તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજમાતાને રાજવીઓ અને નગરજનોની અંતિમ વિદાય : બજાર સ્વયંભૂ બંધ રહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ-ધ્રાંગધ્રા મહામહિમ રાજમાતા શ્રીરાજ્ઞ બ્રીજરાજકુંવરબાનું 93 વર્ષની ઉમરે તા.16 એપ્રિલના રોજ નિધન થયુ હતું. ધ્રાંગધ્રામાં તેમની અંતિમયાત્રા યોજાતા રાજવી પરિવારના ક્ષત્રિય સમાજ સહિત શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ધ્રાંગધ્રાના સ્વ.મેધરાજસિંહજીના ધર્મપત્ની અને ધ્રાંગધ્રાના રાજમાતા શ્રીરાજ્ઞ બ્રીજરાજકુવરબાનું ધ્રાંગધ્રા ખાતે નિધન થયાના સમાચાર મળતા ઘેરાશોકનો માહોલ છવાઈ ગયો હતો. બુધવારે ધ્રાંગધ્રા રાજમહેલમાં રાજમાતાના દેહને દર્શનાર્થે રાખવામાં આવતા મોટી સંખ્યામા લોકોએ પુષ્પાંજલી આપી દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓની અતિંમયાત્રા ધ્રાંગધ્રા રાજમહેલથી નીકળી શહેરની મેઈન બજારમાં થઇ ફલકૂ નદીના કાઠે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહેરના વેપારીઓ દ્વારા દૂકાનો બંધ રાખી રાજમાતા બ્રીજરાજકુવરબાને શ્રદ્ધાંજલી આપી પુષ્પાજલી અર્પણ કરી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.

મહામહિમ રાજમાતા શ્રીરાજ્ઞ બ્રીજરાજકુંવરબાની અંતિમ યાત્રામાં રાજવીઓ અને આગેવાનો જોડાયા.

રાજમાતાને વડાપ્રધાને સભામાં શ્રદ્ધાંજલી અર્પણ કરી
ધ્રાંગધ્રાના રાજમાતાનુ નિધન થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોન દ્વારા દુ:ખ વ્યક્ત કર્યા બાદ આજે બુધવારે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી જાહેર સભામાં પણ રાજમાતાને શ્રદ્ધાંજલી અર્પણ કરી યાદ કર્યા હતા.

સાયલા, વાંકાનેર, જૈનાબાદ, વઢવાણ, લીંબડી, પાટડીના રાજવીઓ જોડાયા હતા
રાજમાતાની અંતિમયાત્રામાં સાયલા, વાંકાનેર, જૈનાબાદ, બારીયા, માનસર, લીંબડી, વઢવાણ, પાટડી અને રાજસ્થાનના રાજવીઓ તથા પૂર્વમંત્રી આઈ. કે. જાડેજા, દીગુભા ઝાલાઘ ડો.રૂદ્રદતસિંહ ઝાલા, ડો.એસ.ડી.ઝાલા, સુખભા ઝાલા સહિત મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...