ધ્રાંગધ્રા સીટી પોલીસમાં દારૂ અને જુગારના કેસમાં છેલ્લા એક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા સીટી પોલીસમાં દારૂ અને જુગારના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે આરઆરસેલ રાજકોટ ટીમે હળવદથી ઝડપ પાડ્યો હતો. ત્યારબાદ ધ્રાંગધ્રા સીટી પોલીસના હવાલે કરવામા આવ્યો હતો.

ધ્રાંગધ્રા શહેરમાં એક વર્ષ પેહલા હરીપર રોડ પર થયેલ દારૂ અને જુગારની રેડમાં આરોપી નાસી છુટવામાં સફળ થયો હતો. અને દારૂ અને જુગારના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. આઈ.જી.સંદીપસિંહની સુચનાથી આરઆરસેલ રાજકોટના મહાવીરસિંહ રાઠોડ અને મગનલાલ રાઠોડે બાતમીના આધારે હળવદમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન માળીયા રોડ પર આરોપી વેરસીભાઈ ઘનશ્યામભાઈ લખતરીયા નિકળતા ઝડપી પાડી ધ્રાંગધ્રા સીટી પોલીસને હવાલે કરવામા આવ્યો હતો. ધ્રાંગધ્રા સીટી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પીઆઈ વી.સી.ગામીતી ચલાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...