તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભોજપરામાં જમીન માફિયાએ બસ સ્ટેશનને તોડી પાડ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ બીટુભાઈ જાડેજા દ્વારા જણાવ્યું હતું કે ગોંડલ તાલુકાના ભોજપરા ગામ ખાતે રાજકોટ થી ગોંડલ તરફ આવતા હાઈવે ઉપર સર્વિસ રોડ આવેલ ભોજપરા ગામ નુ બસ સ્ટેન્ડ જમીન માફિયાઓ દ્વારા તોડી નાખવામાં આવેલ હોય ત્યારે આ બસ સ્ટેન્ડ તોડનાર માફિયા પાસે સંપૂર્ણ ખર્ચ ખોટીપા સાથે જ્યાં બસ સ્ટેશન તોડવા માં આવેલ છે તેજ જગ્યા ઉપર ફરી ભોજપરા ગામ નું બસ સ્ટેશન બનાવવામાં આવે તેવી માગણી કરેલ છે.

જો અન્ય જગ્યા ઉપર બસ સ્ટેશન બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ત્યારે જિલ્લા કલેકટર અને નેશનલ હાઇવે ઓથોરેટી તેમજ ગોંડલ તાલુકા પોલીસ અને એસ.ટી.તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ બીટુભાઈ જાડેજા ની યાદીમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...