તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડી માતૃવંદના સોસા.માં ગટરનાં પાણથી તળાવ છલકાયું, લોકોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી માતૃવંદના સોસાયટીમાં ચોમાસાની શરૂઆતમાં જ વગર વરસાદે ગટર ઊભરાતા તળાવ છલકાયું છે. આ અંગે આ વિસ્તારના રહિશો દ્વારા પાલિકામાં અનેકો રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી ન કરાતા રહિશોમાં ઉગ્ર રોસની લાગણી ફેલાઇ છે.

પાટડી નગરમાં આજથી બે ત્રણ વર્ષ અગાઉ અંદાજે રૂ. 32 કરોડના ખર્ચે ગટર યોજનાનું કામ હાથ ધરાતા પાટડી નગરજનોમાં ખુશીની લહેર દોડી છે. પરંતુ ત્યારબાદ પાટડીમાં ઠેર ઠેર ગટર ઉભરાવવાના અને ગટરોના ઢાંકણા તૂટવાની અસંખ્ય ફરીયાદો ઉઠી હતી. જેમાં પાટડી માતૃવંદના સોસાયટીમાં મકાનોની પાછળના ભાગમાં ચોમાસાની શરૂઆતમાં વગર વરસાદે ગટર ઉભરાતા તળાવ છલકાયું છે. અગાઉ ગટરો ઉભરાતા ડેન્ગ્યુ અને તાવ સહિતના રોગચાળાએ માથુ ઉચક્યું હતુ. પાટડી નગરમાં કોઇ વિસ્તારમાં ગટરનું ઢાંકણુ તૂટી જાય એ વિસ્તારના લોકો માતૃવંદના સોસાયટી પાછળ આવેલા ગટરના ઢાંકણા લઇ જતા હોવાથી તમામ ગટરો ઢાંકણા વગર ઉઘાડી હોવાથી આ વિકટ સમસ્યા ઉદભવી છે. આ વિસ્તારના રહિશો દ્વારા પાલિકા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલને રજૂઆત કરવા છતાં હજી પરિસ્થિતિ જેસે થે હાલતમાં જ છે.

જમાદારવાસમાં ગટર ઉભરાઇ
પાટડી જમાદારવાસમાં પણ અગાઉ ગટર ઉભરાતા ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાના બનાવો બન્યાં હતા. આ અંગે રજૂઆત બાદ પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. અને હવે ફરીથી ગટરો ઉભરાતા રોગચાળાના ભય વચ્ચે રજૂઆતો કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...