રાજુલા પંથકનાં કુંભારીયા-દેવકા અને હડમતીયામાં વિજ ધાંધીયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા પંથકના કુંભારીયા, દેવકા તેમજ હડમતીયામા પાછલા કેટલાક સમયથી વિજ ધાંધીયાના કારણે ખેડૂતો તોબા પોકારી ઉઠયાં છે. આ પ્રશ્ને આગેવાનોએ કાર્યપાલક ઇજનેરને આવેદન પાઠવી નિયમિત વિજ પુરવઠો મળી રહે તે માટે ઉગ્ર માંગ કરી હતી. રાજુલા તાલુકાના કુંભારીયા, દેવકા, હડમતીયામા વીજ પુરવઠો ગુલ થઇ જતો હોય ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્ને આગેવાનો રાજુલા ખેતીવાડી ઓફિસે દોડી ગયા હતા. છેલ્લા પંદર દિવસથી વીજ પુરવઠો અને જ્યોતિગ્રામ બંધ રહેતા વિજળી ગુલ રહેતી હોય આ વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. વળી રાત્રે નાના ગામડાઓમાં મચ્છરનો પણ ભારે ઉપદ્વવ હોય છે જેના કારણે લોકોને રોગચાળાની પણ ભીતિ સેવાઇ રહી છે.ગ્રામજનો દ્વારા રાજુલા કાર્યપાલક ઇજનેરને એક આવેદનપત્ર આપી જણાવ્યું હતુ કે વીજ પુરવઠો નિયમિત શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાશે. લાઇટ બીલો પણ ભરવામાં આવશે નહીં. આ પ્રશ્ને નાયબ કાર્યપાલક ઇજનેર બારીયાએ આગેવાનોને ખાતરી આપી હતી કે આવતીકાલથી સમારકામ કરવામાં આવશે. અને તમામ ગામોને વીજ પુરવઠો નિયમિત મળશે. ખાતરી બાદ આગેવાનો સરપંચ મગનભાઈ લાડુમોર તથા સરપંચ રાણીગભાઈ પીજર તથા માજી કારોબારી ચેરમેન ભીખાભાઈ પીજર તથા વિ. ડી. સાવલિયા તથા અનિલભાઈ જોશી, ઘનશ્યામભાઈ લાખણોત્રા, વાવડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...