તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં ધંધાર્થીનો હત્યારો પેરોલ પર છૂટ્યા બાદ ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યાનાં ગુન્હામાં પકડાયેલ આરોપીને રાજકોટની મધ્યસ્થ જેલમાંથી પેરોલ મળ્યા હતા જોકે પેરોલ પુરી થવા છતાં ફરી જેલહાજર થવાને બદલે રફુચક્કર થઈ જતા પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

શહેરના નટરાજ ફાટક પાસે ગત વર્ષે મેં.મહિના ટ્રાવેલ્સના ધંધાર્થી ધ્રુવકુમાર ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજા તેના જ બે ભત્રીજાઓ સહિત અન્ય શખ્સોએ ટ્રાવેલ્સના ધંધાકીય કારણોસર આરોપીએ સગા કાકાનું ઢીમ ઢાળી દીધું હતું. જાહેરમાં પિસ્તોલ અને અન્ય હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. જે તે સમયે હત્યાના આરોપીઓની ધરપકડ કરી ફરિયાદીની રજૂઆતના આધારે રાજકોટની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યા હતા. આ દરમ્યાન જયરાજસિંહ વિજયસિંહ જાડેજાએ ત્રણ દિવસના પેરોલ મેળવ્યા હતા. પેરોલ પુરા થયા બાદ આરોપી જેલમાં હાજર ન થતા પોલીસે પેરોલ જમ્પ કરવાનો ગુન્હો નોંધી શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો