તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારડીયા રાજપુત સમાજ સિહોરના હોદ્દેદારો વરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | 27 સપ્ટેમ્બર

સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘની જનરલ સભા ઉસરડ મુકામે મળેલ હતી. જેમાં 2020-21 માટે નવા કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. જેમાં પ્રમુખ તરીકે દીપસંગભાઇ જી. ચૌહાણ, મહામંત્રી તરીકે હરદેવસિંહ બી. વાળા, ઉપપ્રમુખ તરીકે તુલશીભાઇ બી. જાદવ, જનકસિંહ કે. મકવાણા, કરણસિંહ વી. ચૌહાણ, પ્રતાપસિંહ પી. પરમાર, ખજાનચી અશોકસિંહ બી. રાઠોડ, સંગઠન મંત્રી બનેસંગભાઇ આર. રાઠોડ, સહમંત્રી હનુભાઇ જે. પરમાર, સંજયસિંહ બી. ચૌહાણ, સંયોજક મહાવિરસિંહ જે. મોરી, મીડીયા પ્રવકતા જયપાલસિંહ ડી. ચુડાસમા સહીતના સલાહકાર સમિતિ તેમજ કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. આ નવા હોદેદારોને આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

અન્ય સમાચારો પણ છે...