તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીના જાગા સ્વામી મિત્ર મંડળ અને મોચી સમાજ દ્વારા સ્નેહમિલન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબીના જાગા સ્વામિ મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા તારીખ -૧૦ના રોજ ગોકુળ પાર્ટી પ્લોટ , વાવડી રોડ,ખાતે સ્નેહ મિલનનું આયોજન સમાજના સાથ અને સહકારથી કરવામાં આવ્યું હતું .જેમાં રાસગરબા નું આયોજન કરવામાં આવ્યુ.જેમાં મોરબી મોચી સમાજ ના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણ ક્ષેત્રે સમાજ આગળ વધે અને આગવી ઓળખ ઉભી કરે એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો.સમાજ ના નાના બાળકો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા જાગા સ્વામિ મિત્ર મંડળ ના પ્રમુખ ધર્મેન્દ્ર ભાઇ નાગર તથા નાથા ભાઇ ઝાલા,કાંતિભાઈ રાઠોડ,દિલીપભાઈ પરમાર એ ભારી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...