તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનાના નવાબંદરનો જેટી પ્રશ્નો વર્ષોથી માછીમારોની સમસ્યાનો કોરડો બનેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊનાના નવાબંદરનો જેટી પ્રશ્નો વર્ષોથી માછીમારોની સમસ્યાનો કોરડો બનેલ હોય અને રાષ્ટ્રપતિના હસ્તે આ બંદરનુ ખાત મુર્હત પણ કરાયું હોવા છતાં બે વર્ષથી આ બંદરના જેટીની કામગીરી કરાયેલ નથી. ધારાસભ્ય પુંજાભાઇ વંશે તાજેતરમાં ત્રિ દિવસ માટે બોલાવાયેલ વિધાનસભા ગૃહમાં પોતાના મત વિસ્તારના બંદરોના પ્રશ્નોને ઉઠાવી સરકાર સામે સવાલ કરી ફિશીંગ બંદરની જેટી બનાવવાની કામગીરી મત્સ્યદ્યોગ ડિપાર્ટમેન્ટ દ્વારા તા. 31 ઓક્ટો.2019ની સ્થિતીએ ક્યા તબક્કે છે અને જેટીની કામગીરી કેટલા ખર્ચે કયા સુધીમાં પૂર્ણ કરાશે. આ પ્રશ્નોનો લેખિત ગુજરાત વિધાનસભા ગૃહમાં જવાબ આપતા સરકારના મત્સ્યોદ્યોગ મંત્રીએ જણાવેલ કે સુધારેલી વહીવટી મંજુરી અર્થે સરકારની વિચારણા હેઠળ હોય સુચિત યોજના માટે રૂ.295.82 કરોડ અંદાજીત ખર્ચે છે આ માટે જરૂરી વહીવટી તાંત્રિક મંજુરી મેળવી બનતી ત્વરાએ કામ પૂર્ણ કરવા આયોજનમાં છે.

અન્ય સમાચારો પણ છે...