તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રધાનમંત્રી આવાસનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચાલુ વિધાનસભાના સત્ર દરમિયાન મોરબી માળિયા બેઠકના કોંગ્રેસ નાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ અલગ અલગ બાબતોને લઈ મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રી મંડળ ને પ્રશ્નો પુછ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે પ્રશ્નો પૂછીને અત્યાર સુધીની સ્થિતિ અંગે જાણકારી માંગી હતી. જેનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંકડાકીય માહિતી સાથે પ્રત્યુત્તર આપ્યો હતો. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ગૃહમાં પ્રશ્નો ઉઠાવીને માહિતી માંગી હતી. જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, કુલ 2542 અરજીઓ આવાસ યોજના માટે મળી છે. જે પૈકી 680 અરજીઓ મંજુર કરાઈ છે જ્યારે 1516 અરજીઓ નામંજૂર થઈ છે. જ્યારે બીએલસી ઘટક હેઠળ 311 અરજીઓ મંજુર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો