તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં સિરામિક ઉદ્યોગને ફટકારેલા દંડ બાબતે ઉદ્યોગકારોએ કોર્ટમાં ધા નાખી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનાં આદેશ બાદ એક પર્યાવરણ કમિટી દ્વારા મોરબીના સીરામીક ઉધોગ દ્વારા પ્રદૂષણથી થયેલ નુકશાન અંગે સર્વે કર્યો હતો અને તેના આધારે મોરનીના સીરામીક એકમોંને કરોડો રૂપિયાનૉ દંડ ફટકાર્યો હતો જે બાદ સિરામિક ઉધોગકારોએ રાજકીય અને અન્ય વિવિધ કચેરી માં જીપીસીબી નાં બેવડા ધોરણનો વિરોધ કરી દંડ ઓછો કરવા તેમજ જે એકમો થકી પ્રદુષણ થયું છે એમને જ દન્ડ કરવા માગણી કરી હતી જોકે તેનો કોઈ ઉકેલ ન આવતા મોરબી સીરામીક ઉદ્યોગકારો એ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી છે અને એક સાથે 250 જેટલી પિટિશન ફાઇલ કરી ન્યાય મેળવવા જીપીસીબી સામે લડી લેવા મક્કમ બન્યા છે.

મોરબીના સીરામીક એકમોને

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક વર્ષ પહેલાં મોરબીનાં સીરામીક ઝોન વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારોમાં જળ અને હવાનું પ્રદુષણ વધી રહ્યું હોવાનું કારણ આપી તાત્કાલિક કોલગેસ વપરાશ બંધ કરવા આદેશ કર્યો હતો. તેમજ અલગ અલગ ટીમ બનાવી તપાસનૉ દાવો કરી નુકશાન થયું હહોવાનુ જણાવી કરોડો રૂપિયાનૉ દંડ ફટકાર્યા હતો. જોકે આ મુદે સીરામીક ઉધોગકારોએ નારાજગી વ્યક્ત કરાઈ હતી. અને આ.મુદે સૌ પ્રથમ રાજકીય રીતે અને સરકારને આવેદન આપી દંડ ઘટાડવામાં આવે તેવી માગણી કરી હતી.જોકે કેન્દ્ર કે સ્ટેટ પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ટસના મસ ન થતા અંતે ઉધોગકારો અંતે કોર્ટના દ્વાર ખખડાવવા મજબૂર બનતાં અંતે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને આ મુદે જીપીસીબી સાથે કાયદાકીય લડત આપવા મંડાણ શરૂ કર્યા છે આ માટે મોરબી સીરામીક ઉધોગ કારોએ 250 જેટલી પીટશન કોર્ટમાં ફાઇલ કરી ગેરવ્યાજબી દંડ માંથી મુક્તિ અપાવવા હાઈકોર્ટ સમક્ષ દાદ માંગી છે.ઉદ્યોગ કારોનાં જણાવ્યા મુજબ જે તે વખતે કોલગેસ યોગ્ય છે કે કેમ તે અંગે ખુદ જીપીસીબીએ જ પ્રમાણ પત્ર આપ્યા હતા અને તેના આધારે કોલગેસનૉ સીરામીકમાં ઉપયોગ થતો હતો જીપોસીબીએ તમામ કોલગેસનું પ્રમાણપત્ર લીધું હોય તેમને દંડ ફટકાર્યો હતો ખરેખર ઘણા એકમ એવા હતા જેમણે કોલગેસનું પ્રમાણ પત્ર લીધું પણ કોઈ કારણસર નેચરલ ગેસનો જ ઉપયોગ કર્યો હોય આવી ફેકટરીમાં થી કોઈ પણ પ્રકારનું પ્રદુષણ ન થયું હોવા છતાં મસમોટો દંડ ફટકાર્યો છે.જીપીસીબી તમામ સીરામીક ઉદ્યોગકારોને એક ત્રાજવે તોડી મસમોટો દંડ ફટકારવાની નીતિ અન્યાયી હોવાનું. જણાવ્યું હતું અને આ માટે તેઓએ કોર્ટના શરણે જવા મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો