તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડાસાંગાણી પંથકમાં પાણીની વિકટ સમસ્યાનો વડી કચેરીએ રિપોર્ટ માંગ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણી પંથકમાં પાણીની વિકટ સમસ્યાને ઉજાગર કરતા ટેન્કરમાંથી કૂવા ભરાતા હોવાના દિવ્ય ભાસ્કરમાં ગત તા.7ને રવિવારે પ્રસિધ્ધ થયેલા તસવીરી અહેવાલ બાદ ગાંધીનગર વડી કચેરીએથી પાણી પુરવઠા અને વાસ્મોના ઉચ્ચ અધિકારીઓએ જિલ્લા કક્ષાએ વાસ્તવિક સ્થિતિનો રિપોર્ટ માંગતા સ્થાનિક અધિકારીઓ દોડતા થઇ ગયા છે. ગાંધીનગરથી સ્થાનિક અધિકારીઓને સ્થળ તપાસ કરી પાણી પ્રશ્ન ઉકેલવા નક્કર કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. સાથો સાથ ગ્રામજનોની રૂબરૂ મૂલાકાત લઇ વાસ્તવિક સ્થિતિનો અભ્યાસ કરી આ અંગેનો રિપોર્ટ મંગાવાયો છે.

 ઇમ્પેક્ટ
ગત તા. 7ને રવિવારે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલ તસવીરી અહેવાલ

કોટડાસાંગાણી પંથકમાં પાણીની સમસ્યા અને વાસ્તવિક સ્થિતિનો રિપોર્ટ મોકલી દીધો છે
ઁ અમારી કામગીરી રૂરલ ડેવલપમેન્ટ અને ગામની પાણીની વ્યવસ્થાની જવાબદારીની હોય છે. મારા અંડરમા ત્રણ તાલુકા આવે છે. રાજકોટ ગોંડલ અને કોટડાસાંગાણી. જેમાં દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા કોટડાસાંગાણી પંથકમાં ટેન્કરથી કૂવા ભરવામા આવી રહ્યાના તસવીરી અહેવાલ બાદ વોટર સપ્લાય એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો)ની વડી કચેરીએથી આ મામલે અમોને સ્થળ તપાસ કરી પાણીની સ્થિતિ અંગેની જાણકારી મેળવવા સૂચના મળી હતી. જેથી અમારી ટીમે સ્થળ તપાસ કરી અને ગામ લોકો સાથે ચર્ચાઓ કરી હતી. જેનો રિપોર્ટ તૈયાર કરી વાસ્મોની વડી કચેરીએ મોકલી દેવાયો છે. એમ. સી. અજાડિયા, આસિ. કોર્ડિનેટર, વાસ્મો, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...