તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો પોતાની પડતર માંગણીઓ ઉકેલવા માટે સરકાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો પોતાની પડતર માંગણીઓ ઉકેલવા માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. સોમવારે મોરબી જિલ્લાના શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સાંસદને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મોરબી જિલ્લાના ફિક્સ પગારી સહિતના પ્રાથમિક શિક્ષકો પોતાના પડતર પ્રશ્નનોનું નિરાકરણ લાવવા માટે સરકાર સામે વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં સરકારે શિક્ષકોના પડતર પ્રશ્ને નમતું ન જોખતા શિક્ષકોની લડત જારી રહી છે.દરમ્યાન આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરના આદેશ અનુસાર ફિક્સ પગારી શિક્ષકોની 1997થી સળંગ નોકરી ગણવા તેમજ પ્રાથમિક શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે સાંસદ મોહનભાઇ કુંડારીયાને આવેદન આપી યોગ્ય કરવાની માંગ કરી હતી. સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સરકારમાં આ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય રજૂઆતની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો