તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર દ્વારા દસ્તાવેજો અને કાગળો તુરંત મળી રહે તે માટે ફાઇલોનું વર્ગીકરણ કરી સ્કેન કરવાની સૂચના અપાઇ હતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અપલોડેડ થયેલી ફાઇલો માત્ર નાયબ મામલતદાર જ ઓપન કરી શકશે
સતિષ આચાર્ય|લખતર સરકાર દ્વારા તમામ દસ્તાવેજો અને કાગળો તુરંત મળી રહે તે માટે ડીઝીટલાઈઝેશનની પ્રક્રિયા શરૂ કરવા સૂચના અપાઇ છે. ત્યારે લખતર મામલતદાર કચેરીમાં જૂની ફાઈલોનું વર્ગીકરણ કરી તે ફાઈલો સ્કેન કરી અપલોડ ફાઈલ કરાઇ છે. તો રવિવારે પણ ઈ-ધરાના કર્મચારીઓ દ્વારા કામગીરી શરૂ જ રાખવામાં આવે છે. હાલમાં પ્રથમ તબક્કામાં 2015થી 2017ના વર્ષની કુલ 10607 ફાઈલોનું વર્ગીકરણ કરાયું છે જેમાંથી 4609 આધાર ફાઇલોન સ્કેન કરી અપલોડ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. અપલોડ કર્યા બાદ નાયબ મામલતદારના ફિંગરપ્રિન્ટથી લોક કરવામાં આવે છે. જેથી વિશ્વસનિયતા પણ ગોપનીયતા પણ જળવાશે.
ઇ-ધરા કર્મચારીઓ રવિવારે પણ કામમાં જોડાયા
લખતર મામલતદાર ડો.વી.બી.પટેલની રાહબરી હેઠળ ઈ-ધરાનાં કર્મચારીઓ દ્વારા ઈ-ધરામાં દાખલ થયેલી ફાઈલોનું ડીઝીટલાઈઝેશનની કામગીરી તબક્કાવાર આરંભાઈ હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા 2004થી 2017 સુધી ઈ-ધરા શાખામાં દાખલ કરવામાં આવેલી આધાર ફાઈલો ઓનલાઈન કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે પ્રથમ તબક્કામાં 10607 આધાર ફાઈલોનું વર્ગીકરણ કરી તેને સ્કેન કરી અપલોડ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. અપલોડ કર્યા બાદ નાયબ મામલતદારના ફિંગરપ્રિન્ટથી લોક કરવામાં આવે છે. ત્યારે હાલમાં પ્રથમ તબક્કામાં 10607 આધાર ફાઈલોમાંથી 4609 આધાર ફાઈલો લોક કરવામાં આવેલી છે. જયારે બાકીની ફાઈલોની કામગીરી ચાલુ છે. આ કામગીરી માટે લખતર મામલતદાર ડો.વિશાલ પટેલની આગેવાનીમાં રેવન્યુ નાયબ મામલતદાર શુક્લભાઈના માર્ગદર્શન હેઠળ ઈ-ધરાના નાયબ મામલતદાર એચ.વી.શાહની ટીમ કાર્યરત છે. ઇ-ધરાના કર્મચારીઓ દ્વારા રવિવારે પણ કામગીરી કરાય છે ઉપરાંત ઓછું ભારણ હોય ત્યારે કામ કરાય છે.

ડિઝિટલાઇઝેશન : લખતર મામ. કચેરીમાં 2 વર્ષની 10670માંથી 4609 આધાર ફાઇલો અપલોડ કરાઇ
લખતર મામલતદાર કચેરીમાં ફાઈલ વર્ગીકરણ અને આધાર ફાઈલો સ્કેન, અપલોડ અને લોક કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

ફાઇલોનું વર્ગીકરણ

ફાઇલોનું સ્કેનીંગ

2004 થી 2015ની ફાઈલ અત્યારે સ્કેન કેમ નથી કરવાની? પછી ક્યારે કરાશે?

- તમામ વર્ષની કામગીરી થશે,હાલ 2015થી 2017 સુધીનું કામ ચાલુ છે.

નાયબ મામલતદારની ફિંગરપ્રિન્ટ લે છે તો તેમની બદલી થઇ જાય તો શું કરશો?

- ત્યારે નવા આવેલ નાયબ મામલતદારની ફિંગરપ્રિન્ટથી કામગીરી થશે.

એક ફાઈલ સ્કેન-અપલોડ-લોક કરવામાં કેટલો સમય થાય છે?

- એક ફાઈલ સ્કેન-અપલોડ-લોક કરવામાં વધુમાં વધુ ચારેક મિનીટ લાગે.

આ આખી કામગીરી માત્ર રવિવારે જ થાય છે?

- રવિવારે ફાઈલોનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને ચાલુ દિવસે જયારે કામગીરી ઓછી હોય ત્યારે પણ આ કામગીરી કરવામાં આવે છે.

સીધી વાત ડો.વી.બી.પટેલ, લખતર મામલતદાર

રવિવાર સિવાય પણ આ કામગીરી થાય છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો