ગોંડલ સંસ્કાર જૈન વિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ| ભોજરાજપરા કુંભારવાડા ખાતે આવેલ સંસ્કાર જૈન વિદ્યાલયમાં એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા ગોંડલ બ્રાંચના સહયોગથી તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન થયું હતું. ધો.1થી 12માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે ગોંડલ બ્રાન્ચના મેનેજર ભાવેશભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું. શાળાના સંચાલક આશિષભાઈ દોશીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી એલ.આઇ.સી ઓફ ઇન્ડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...