તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલની યુવતીએ સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય સાથે એટીએસ અધિકારીનો રોલ ભજવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોંડલમાં ઉછરેલી અને દુબઈ અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર હૈલીન શાસ્ત્રી આગામી સમયમાં રજૂ થનાર રોહિત શેટ્ટીની સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમારની સાથે એટીએસ અધિકારી માલવિકા ગુપ્તા ના કિરદારમાં જોવા મળનાર છે તેના આ ગૌરવપુર્ણ અભિનયને લઈ ગોંડલ સ્થિત હૈલીન ના સ્નેહી મિત્રો માં ઉત્સુકતા જોવા મળી રહી છે. હૈલીન શાસ્ત્રી એ જણાવ્યું હતું કે માતા-પિતાની છત્રછાયામાં ઉત્તર ગોંડલમાં થયો પ્રાથમિક શિક્ષણ સેન્ટ મેરી સ્કૂલમાં મેળવી મુંબઈ અને દુબઈ ને કર્મભૂમિ બનાવી હતી બાળવયથી જ અભિનયનો શોખ હોય જાહેરખબરથી લઈ સાઉથ ના પિક્ચર માં પણ અભિનયના ઓજસ પાથર્યા હતા દરમ્યાન સૂર્યવંશી ફિલ્મનું કાસ્ટિંગ વર્ગ શરૂ થયું હોય રાઇટર અને પ્રોડ્યુસરને મળતા સિલેક્શન થવા પામ્યું હતું અને ફિલ્મમાં મુખ્ય હિરો અક્ષય કુમારની સાથે એટીએસ અધિકારી માલવિકા ગુપ્તા નો કિરદાર નિભાવવા ની ખોજ મળી હતી.

21મી સદીના નવયુવાનો શહેરના હોય કે ગ્રામ્ય વિસ્તારના કોઈપણ દિવસ નાનપ અનુભવવી જોઇએ નહીં મનમાં ઈચ્છા જાગે તો ક્યાંય પણ પહોંચી શકાય છે આવી ઈચ્છાના કારણે જ તેની ફિલ્મની કેરિયરની શરૂઆત થવા પામી છે.

હૈલીન શાસ્ત્રીને આ ફિલ્મ દરમિયાન અક્ષય કુમાર, રણવીર સિંઘ અને જાવેદ જાફરી સહિતના કલાકારો સાથે સારી મિત્રતા થવા પામી છે ફિલ્મ શૂટિંગ ની તૈયારીઓ દરમિયાન આ તમામ કલાકારો સાથે રમત ગમત નો સમય પણ તેના માટે યાદગાર રહી જવા પામ્યો છે. હૈલીન શાસ્ત્રીએ amazon prime ધ ફોર્ગોટોન આર્મી માં 1078 ગાયક અને કંપોઝર સાથે ભાગ લીધો હોય ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો