તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દી નિમિત્તે મળશે અનોખી ભેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની દેશભરમાં અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં રાષ્ટ્રીય ખાદી અને ગ્રામ ઉધોગ આયોગની મદદથી મોરબીની માટીમાંથી દેશના 150 જેટલા માટીકલાકારો દ્વારા માટીની અલગ અલગ 5000 જેટલી કુલડીઓ અને અન્ય માટીની ચીજવસ્તુઓ બનાવશે. તેમાંથી 3500 જેટલી ચીજો દિલ્હી લઇ જવાશે અને ત્યાં ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં પાંચ માળ ઊંચી એટલે કે અંદાજે 150ફૂટ ઉચાઇની ગાંધીજીની પ્રતિમા તૈયાર થશે. જે ગાંધીજીની આગામી જન્મજયંતી પહેલા તૈયાર કરવામાં આવશે.

2019નુ વર્ષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીનું વર્ષ છે. આ નિમિતે દેશભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી દ્વારા પણ રાષ્ટ્રપિતાની150મી જ્ન્મજયંતીને યાદગાર બનાવવા અનોખી ભેટ આપશે.મોરબીની લાલ માટી દેશભરમાં પ્રખ્યાત છે. તેથી આ માટીનો અનોખી રીતે ઉપયોગ કરવાનું મોરબી ખાદી ગ્રામ ઉધોગ દ્વારા નક્કી કરાયું છે. મોરબીના ખાદી ગ્રામ ઉધોગ દ્વારા કેન્દ્રના રાષ્ટ્રીય ખાદી આયોગની મદદથી દેશના વિવિધ રાજ્યમાં માટીકામ સાથે સંકળાયેલ 150જેટલા કુંભારને મોરબી લાવી આ લાલ માટીને ઇલેક્ટ્રિક ચાકડાની મદદથી અલગ અલગ ચીજ બનાવાની 6 દિવસ સુધી તાલીમ આપવામાં આવી રહી છે. સાથે સાથે કલાકારો પાસેથી માટીના પ્યાલા,નાની કુલડી,ફૂલદાની સહિતની 5000 ચીજ વસ્તૂઓ તૈયાર કરવામાં આવશે. જેમાંથી 3500જેટલી કુલડી તમામ વસ્તુઓ તૈયાર થયા બાદ તેને દિલ્હીની ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કોપોરેશન ઓફીસનાં કમ્પાઉન્ડમાં 5 માળ ઉંચી એટલે કે અંદાજે 150 ફુટ ઉચી ઉચી પ્રતિમા બનાવશે.અને ત્યા રાખવામાં આવશે. આ માટીની ચીજ વસ્તુઓ બનાવવાની તાલીમ માટે આજે દેશભરના કુંભારને ખાદીગ્રામ ઉધોગ ખાતે લાવવામાં આવ્યા હતા.આ તાલીમ કાર્યક્રમ શરુ થયો હતો જેમાં કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ખાદી ઉધોગના અધ્ય્ક્ષ વિનય કુમાર સક્સેના,ખાદી ગ્રામ ઉધોગ આયોગના નિર્દેશક સંજય હેડવ,એસપી મિશ્રા, મોરબી કલેકટર આર જે માકડિયા,પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમાર સહિતના હાજર રહ્યા હતા.

માટીની 3500 જેટલી ચીજો બનાવવા કેન્દ્રીય ખાદી આયોગ દ્વારા દેશના 150 માટી કલાકારોને 6 દિવસ સુધી તાલીમ
મોરબી માટી કલાથી દિલ્હીમાં 150 ફૂટની ગાંધી પ્રતિમા
3500 જેટલી માટીની ચીજો માટે તાલીમ.

દેશના 12થી વધુ રાજ્યના કલાકાર જોડાશે
ગ્રામ ઉધોગને પ્રોત્સાહન આપવાના ઉદેશથી ખાદી અને ગ્રામ ઉધોગ આયોગે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,પંજાબ,છત્તીસગઢ,અસમ,હિમાચલ પ્રદેશ,રાજસ્થાન સહીત 12 થી વધુ રાજ્યના 150 જેટલા કલાકારોને મોરબી ખાતે લાવી પ્રથમ ઇલેક્ટ્રિક ચાક્ડામાં ચીજ વસ્તુ બનાવની તાલીમ આપશે અને તેમના દ્વારા તૈયાર ચીજ દિલ્હી લઈ જશે.

અન્ય સમાચારો પણ છે...