તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઠીની પોસ્ટ ઓફિસમાં વિજળીના કાપ વચ્ચે અહીનુ જનરેટર શોભાના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લાઠીની પોસ્ટ ઓફિસમાં વિજળીના કાપ વચ્ચે અહીનુ જનરેટર શોભાના ગાંઠીયા સમાન બન્યું છે. સમગ્ર દિવસ દરમિયાન લાઈટ ન હોવાથી અહી આવતા ખાતાધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ પોસ્ટ ઓફિસમાં પાંચ કર્મચારીના મહેકમ વચ્ચે બે જ કલાર્ક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે પોસ્ટ ઓફિસના વહિવટી તંત્ર દ્વારા અહીનુ જનરેટર રીપેરીંગ કરાવે તેવી લોક માંગ ઉઠી છે. લાઠી તાલુકા વચ્ચે પોસ્ટ ઓફિસનું અદ્યતન બિલ્ડીંગ આવેલું છે. પરંતુ અહી વિજળીના કાપ દરમિયાન જનરેટર બંધ હાલતમાં જોવા મળે છે. તેમજ અહી બપોરના બે વાગ્યા સુધી કર્મચારીઓ નોકરી પર ડોકાતા નથી. અહી કર્મચારીઓ તો રેગ્યુલર છે. પણ તંત્રના પાપે આ કર્મચારીઓ કામગીરી કરી શકતા નથી. જેના કારણે અહી આવતા ખાતાધારકોને પૈસાની લેતી દેતી તેમજ અન્ય કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહી પોસ્ટ ઓફિસમાં જનરેટર બંધ હોવાનું પુછતા બેટરી બંધ હોવાના કારણે આ જનરેટર બંધ છે. તેવો જવાબ પોસ્ટ ઓફિસ તરફથી મળ્યો હતો.

અહીની પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ વરસથી મુખ્ય સુપરવાઈઝરની જગ્યા ખાલી જોવા મળે છે. તેમજ પાંચના મહેકમ વચ્ચે માત્ર બે જ કલાર્ક કામગીરી સંભાળી રહ્યાં છે. જેના કારણે અહી ખાતાધારકોના મુખ્ય કામગીરી થઈ શકતી નથી. ત્યારે પોસ્ટ ઓફિસમાં વહેલી તકે વહિવટ સુધરે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો