તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ પાલિકામાં એજન્ડાનો વિરોધ કરાતા સામાન્ય સભા મુલતવી રહી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ નગરપાલિકાનાં પ્રમુખ દ્વારા મંગળ‌ારે સાંજે 37 એજન્ડા મુદ્દે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસનાં મળી કુલ 44 સભ્યો પૈકી એક ભાજપનાં સભ્ય ગેરહાજર રહેતા 43 સભ્યો હાજર રહ્યા હતાં.

આજની આ સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા 37 એજન્ડા મુદ્દે બોલાવેલ સામાન્ય સભામાં 36 મુદ્દા (એજન્ડા) પ્રમુખ એ પોતાની મનસ્વી રીતે તૈયાર કરેલ હોય તેમજ આ 36 એજન્ડામાં કયાં વિસ્તારનાં વિકાસનાં કામો કરવા તેનો કોઈ ઉલ્લેખ ન હોય જેથી કોંગ્રેસનાં 17 અને ભાજપનાં 13 સભ્યો મળી 30 સભ્યોએ આ એજન્ડાનો બહુમતીથી વિરોધ કરતા સામાન્ય સભા નામંજુર થઈ હોવાનું વિરોધ પક્ષનાં નેતા નિર્મળાબેન પરમાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.

આ બાબતે પાલિકાનાં પ્રમુખ મહાસુખભાઈ કણઝીયાએ જણાવ્યું કે આજની જનરલ સભામાં બોટાદ શહેરનાં વિકાસ માટે પ્રાથમિક સુવિધાનાં તમામ કામો જેવા કે પાણી, ગટર, રોડ રસ્તાનાં 30 કરોડ 49 લાખનાં કામોનાં એજન્ડા તૈયાર કરી આજની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં વિરોધ પક્ષ અને ભારતીય જનતા પાર્ટીનાં જિલ્લાનાં ઉપપ્રમુખનાં નેતૃત્વ હેઠળ ભાજપનાં બળવાખોર સભ્યો દ્વારા એજન્ડાનો વિરોધ કરી આજની સામાન્ય સભા નામંજુર કરાઈ હતી.

બોટાદ નગરપાલિકાની મંગળવારે સામાન્ય સભા મળી હતી.તસવીર-ગૌરાંગ વસાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો