મોરબીની વિસરાયેલી વિરાસત | ટ્રામ સ્ટેશન આજે સરકારી બંગલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે ઈ.સ. 1889માં સિટી ટ્રામ શરૂ કરી હતી. જેમાં ત્રણ ખુલ્લા ડબ્બાઓને બે ઘોડા ખેચીને ચલાવતા હતા. વવાણીયા સ્ટેશન તરીકે ઓળખાતા આ મકાનથી ટ્રામ દરબાર ગઢ સુધી જતી હતી. જે 34 વર્ષ ચાલીને 1923માં બંધ થઈ હતી. સમય જતા ટ્રામ સ્ટેશનનું આ મકાન પણ જર્જરિત થવા લાગતાં તેનો ઉપરનો હિસ્સો પાડી નાખવામાં આવ્યો હતો અને નીચેનો ભાગ નાયબ કલેકટરના નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે. તસવીર : રોહન રાંકજા

અન્ય સમાચારો પણ છે...