તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારાઘોડા રણમાં પ્રથમવાર ત્રિદિવસીય બાળમેળાનો પ્રારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખારાગોઢા રણમાં રણશાળા ત્રિદિવસીય બાળમેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મનીષ, સોમા માનસિંગ, જનતા, સોમા સહકારી, સત્યનારાયણ, ગણેશ, નાગબાઈ અને ઓડું છઠ્ઠી રણના 120 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ બાલમેળામાં પહેલા દિવસે સી. એન. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બાળકોને માટીકામ, ક્રાફટ , પપેટ, ચિત્રકામ જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરાવડાવી હતી.

સર્વશિક્ષા અભિયાન, બોમ્બે સ્થિત ક્રિસીલ ફાઉન્ડેશન, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, જિલ્લા અને તાલુકાનું તંત્ર અને અગરિયા હીતરક્ષક મંચના સહયોગથી રણમાં પ્રથમ વખત આ બાળમેળાનું આયોજન કર્યું હતું. જિલ્લાના કોઓર્ડીનેટર ભરતભાઈ સોમેરાએ જણાવ્યું કે, રણની કઠિન પરિસ્થિતિમાં રણશાળામાં શિક્ષણ મેળવતા ભૂલકાઓને મજા પડે તેવું વાતાવરણ અને જુદી જુદી સ્કૂલના બાળકો સાથે અરસ પરસ મળવાનું થાય તથા તેમને નિશાળમાં રસ પડે તેવી પ્રવૃત્તિ થાય અને પરિણામે એકપણ બાળક નિશાળથી બહાર ન રહે તેવા ઉદ્દેશ્યથી આ બાલમેળાનું આયોજન કર્યું છે. જ્યારે શિક્ષા અભિયાનના જિલ્લા કોઓર્ડીનેટર પુનાભાઈ ભરવાડે જણાવ્યું કે, રણ જેવા અંતરિયાળ વિસ્તારોમાં બાળકોમાં પડેલી પ્રતિભા બહાર લાવવા અને એમને તક આપવા માટે આવી પ્રવૃત્તિઓનું આયોજન એક સ્તુત્ય ઉપક્રમ છે. રણ બસ શાળા એક પૂર્ણ સમયની નિશાળ બની છે તેમાં શિક્ષકો, બાળમિત્ર ખુબજ ધગશથી કામગીરી કરી રહ્યા છે. ડિજિટલ લર્નિંગના નવતર પ્રયોગ થકી પણ બાળકોને તમામ વિષયોના પાઠય પુસ્તક મુજબનો અભ્યાસક્રમ ભણવવામાં મદદ થશે. બાળમેળાના અંતિમદિવસે પોસ્ટ ખાતા તરફથી બેન્ક એકાઉન્ટ ખોલવાના અને આધાર કાર્ડની કામગીરી પણ થશેય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો