RTE અંતર્ગત પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 11 મી સુધી લંબાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |13 મેં

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશ મળ્યો છે તે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કામગીરી તેમજ પ્રવેશ મેળવવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને તારીખ ૧૫મી સુધી આ પ્રક્રિયા લંબાવવામાં આવી છે.

શૈક્ષણિક વર્ષ 2019-20મા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તારીખ 6 મે ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. અનુસંધાને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ એ જરૂરી ડોક્યુમેન્ટ સાથે શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ તારીખ 15મી સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો હતો. પરંતુ જિલ્લા કક્ષાએથી મળેલ રજૂઆતને ધ્યાને લઇ શાળાઓ દ્વારા પ્રવેશ માટે ફાળવેલ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કામ બાકી હોવાથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો સમયગાળો તથા પ્રવેશ મેળવવાનો સમય ગાળો તારીખ 15મી મેને બુધવાર સુધી લંબાવવામાં આવ્યો છે.

આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલ શાળાઓએ તારીખ 15મી સુધી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તથા જે વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ ફાળવેલ છે તેઓને તારીખ 15મી મે સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે શાળાનો સંપર્ક કરી રૂબરૂ માં પ્રવેશ મેળવી લેવાનો રહેશે તેમ રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામકે જણાવ્યું છે.

તળાજામાં માર માર્યાની ફરીયાદ
તળાજા બ્યુરો |13 મે

તળાજામાં ગોરખી દરવાજે રહેતા બાલાભાઇ નોંધાભાઇ આજે તિલકચોકમાં દૂધ ભરવા જતા હતા. ત્યારે પાછળથી મોટર સાયકલ પર આવેલ દિલીપસીંહ નાથુભાઇ એ તેમને ઉભા રાખી તારે કોની હવા છે ? તેમ કહી ગાળો આપી પછાડી દઇ મુંઢમાર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાવાતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિપકચોક પાસેથી આધેડની લાશ મળી
ભાવનગર | શહેરના દીપકચોક, વણકર સમાજની વાડી સામેથી અંદાજીત 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તેનો બી.ડીવીજન પોલીસે કબ્જો લઇ તેની ઓળખ માટે ભાવનગર સર ટી.હોસ્પીટલમા કોલ્ડ સ્ટોરેજમાં મુકવામા આવી છે. વાલિ વારસોએ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...