બોટાદના હડદડ ખાતે ફાઈનાન્સ આક્ષરતા મેળો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગામડા તેમજ વ્યકિત , વ્યકિત સુધી બેંકની સુવિધા, સરકારી યોજનાઓ, બચતની જરૂરિયાત, ઓનલાઈન છેતરપીંડી, સાઈબર ક્રાઈમ સૂચનાઓની જાણકારી મળી રહે તે માટે ફાઈનાન્સ આક્ષરતા વ્યાપિત કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફાઈનાન્સ આક્ષરતા મેળાનું આયોજન બોટાદ જિલ્લાના હડદડ ખાતે કરવામાં આવ્યું હતું.

ઈન્ડિયા પોસ્ટ પેંમેન્ટસ બેંકનું ખાતું ગામડાના લોકો તરત જ પોસ્ટ ઓફિસના માધ્યમથી ખોલી શકે છે, પોસ્ટ બેંકની મદદથી બિલ પેમેન્ટ, મની ટ્રાન્સફર, IMPS, NEFT, AEPS (બીજી બેંકના નાણા પોસ્ટ ઓફિસથી ઉપાડી શકાશે) જેવી સુવિધાઓ પોસ્ટ ઓફિસના માધ્યમથી મળશે. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઈ.વી.દેસાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...