તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરના ખેડૂતે બજરંગપુરા રોડ પર આવેલા પોતાના ખેતરનાં શેઢે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લખતરના ખેડૂતે બજરંગપુરા રોડ પર આવેલા પોતાના ખેતરનાં શેઢે વૃક્ષો વાવ્યા હતા. ત્યારે બજરંગપુરા ગામના બે શખ્સોએ વૃક્ષો કાપી નાંખતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અને ખેડૂતે બંને શખ્સો વિરૂદ્ધ લેખિત અરજી કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

લખતર બજરંગપુરા રોડ પર આવેલ ભીખાભાઇ ગટેસણીયાએ ખેતરનાં શેઢે 10થી વધુ વૃક્ષો વહાવી વૃક્ષોને ઉછેરીને મોટા કર્યા હતા. ત્યારે બજરંગપુરા ગામનાં રહીશ ભરતભાઇ વહતાભાઈ તથા લાલાભાઈ વહતાભાઈ 8 જેટલાં વૃક્ષો કાપી નાંખી તેનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ખેડૂતે લખતર પોલીસ મથકે અરજી કરી બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે તેમજ તાલુકા મામલતદારને પણ તેની નકલ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો