ઊનાનાં મેણ ગામે રસ્તા પર પેશકદમી દુર ન થતાં પરિવાર ઉપવાસ પર ઉતર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊનાનાં મેણ ગામે રસ્તા પર પેશકદમી કરી બંધ કરી દેવાયો હતો. અને રજુઆત કરવા છતાં ખુલ્લો કરાયો ન હતો. બાદમાં ડે.કલેકટર કચેરીએ ખાતે ભુખ હડતાળ શરૂ કરાઇ હતી. અને ડે.કલેકટરે આ રસ્તો ખુલ્લો કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ કોઇ કામગીરી ન થતાં પરિવાર પ્રાંત કચેરી સામે ઉપવાસ પર ઉતર્યો હતો. ઊનાનાં મેણ ગામે ધીરૂભાઇ સુરાભાઇ વાળાએ પથ્થરો તેમજ કાંટાની વાડ બાંધી રસ્તો બંધ કરી દીધો હતો. તેમજ હનાભાઇએ પણ રસ્તા વચ્ચે રસોડુ બનાવી લેતા આ રસ્તો કાયમી બંધ થઇ ગયો હતો. જેથી સાર્દુલભાઇ બાંભણીયાએ ટીડીઓ, તલાટીને રજુઆત કરી હતી. તેમ છતાં દબાણો દુર થયાં ન હતાં. બાદમાં નાયબ કલેકટરને રજુઆત કરી આંદોલન શરૂ કર્યુ હતું. જેથી પોલીસ બંદોબસ્ત સાથે આ રસ્તો ખુલ્લો કરાવવા આદેશ કર્યો હતો. છતાં કોઇ કામગીરી ન થતાં આ પરિવાર ફરી ઊના પ્રાંત કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર ઉતર્યો છે.

_photocaption_પરિવાર પ્રાંત કચેરી ખાતે ઉપવાસ પર બેઠો. } જયેશ ગોંધીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...