આરટીઇ હેઠળ પ્રવેશ માટે ડોક્યુમેન્ટ જમા કરવાની મુદતમાં બે દિવસનો વધારો કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઈ હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારના બાળકોને ખાનગી શાળામાં એડમીશન આપવામાં આવે છે.ઓનલાઈન ફોર્મ ભરવા તેમજ ડોકયુમેન્ટ સહિતની પ્રોસેશ બાદ જે બાળકો એડમીશન માટે લાયક છે તેવા બાળકોને તેની પસંદગીની શાળા ફાળવી દેવાઈ છે હાલ આ શાળામાં ડોક્યુમેન્ટ વેરીકેશન અને પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે. અને સોમવાર સુધીમાં ૧૯૦૦થી વધુ બાળકોને એડમિશન મળી ગયા હતા તોસોમવારે આ ડોક્યુંમેશન અને એડમીશન કાર્યવાહી માટે સોમવાર અંતિમ દિવસ હતો જોકે શિક્ષણ વિભાગ તરફથી બે દિવસની મુદત વધારી દેવાઈ છે આગામી બુધવાર સુધી એડમીશન કાર્યવાહી કરી શકશે.

રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ ગરીબ અને જરૂરિયાત મંદ પરીવારના બાળકોને પોતાની પસંદગીની ખાનગી શાળામાં એડમિશન મળી રહે તે હેતુથી મોરબી જીલ્લાની ૧૮૯ શાળામાં ૨૩૫૭ જગ્યા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અને કલેક્શન સેન્ટરમાં ફોર્મ જમા કરવાની પ્રકિયા પૂર્ણ થયા બાદ જે છાત્રોને શાળાની ફાળવણી કરવામાં આવી રહી છે અને આ કામગીરી અંતર્ગત જે છાત્રોને શાળા ફાળવવમાં આવી હોય ત્યાં વાલીઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે વેરીફીકેશન માટે શાળામાં રૂબરૂ બોલવામાં આવી રહ્યા છે અને ડોક્યુમેન્ટ જમા કરવાની કામગીરી કરવામાં આવી છે.આ કાર્યવાહી માટે સોમવારે અંતિમ દિવસ હતો જોકે રાજ્ય સરકાર દ્વારા મુદત વધારી છે .આ ડોક્યુમેન્ટ પ્રોસેસ માટે વધુ બે દિવસની મુદ્ત લંબાવાઈ છે.મોરબી જિલ્લામાં આરટીઈ અંતર્ગત ૧૮૯ શાળામાં ૨૧૮૩ જગ્યા ફાળવવામાં આવી છે અને સોમવાર સુધીમાં ૧૯૦૦થી વધુ છાત્રોનો એડમીશન કાર્યવાહી પૂર્ણ થઇ ચુકી છે.બાકીની કાર્યવાહી આગળના દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...