તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંડલામાં 17મીએ આઠમો સન્માન સમારોહ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલામા બાલગોપાલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત મુરલીધર યુવા ગૃપ અને મુરલીધર કુમાર છાત્રાલયના સંયુકત ઉપક્રમે આઠમા સન્માન સમારોહનુ આયોજન કરાયુ છે. આગામી 17/1/20ને શુક્રવારે યોજાનાર આ કાર્યક્રમમા ભરવાડ સમાજના ધર્મગુરૂ ઘનશ્યામપુરીબાપુનુ સન્માન પુ. મોરારીબાપુના હસ્તે રાખવામા આવ્યું છે. આ ઉપરાંત અહી ભરવાડ સમાજના નવનિયુકત કર્મચારીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ છાત્રાલયના દાતાઓનુ પણ સન્માન કરવામા આવશે. આ કાર્યક્રમમા ભરવાડ સમાજના બાહોશ અધિકારી સ્વ.ડો.વી.આર.ટોળીયા (નિવૃત પોલીસ અધિક્ષક)ને શ્રધ્ધાસુમન અર્પણ કરવા એક રકતદાન કેમ્પનુ પણ આયોજન કરાયુ છે. આ સન્માન સમારોહનુ આયોજન ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના અધ્યક્ષસ્થાને તેમજ અતિથી પદે લાખાભાઇ ભરવાડ તેમજ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમા કરાયુ છે. હાલ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ગૃપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો