ટંકારા નજીક કોટન જીનમાં લૂંટ ચલાવનાર બેલડીએ મિતાણાની લૂંટનો ગુનો કબૂલ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે માસ પૂર્વે ટંકારા નજીક કોટન જીનીંગ ફેકટરીમા લૂંટ ચલાવનાર બે આરોપીઓનો સુરતની જેલમાંથી કબજો મેળવ્યા બાદ બંનેની એક દિવસની રિમાન્ડ દરમિયાન ટંકારા પોલીસે પૂછપરછ કરતા મિતાણા પાસે આશ્રમમા થયેલી વધુ એક લૂંટની કબુલાત આપી હતી.

સુરત પોલીસે કોઈ ગુનામા લાજપોર જેલમા ધકેલેલા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના કાકડવા ગામના રાજુ રેવશીંગ અલાવા (ઉ.વ.27) અને નિલેશ શંકરભાઇ અલાવા (ઉ.વ.19) નામના બન્ને આરોપીએ બે માસ પૂર્વે ટંકારા તાલુકામાં લૂંટ કર્યાની સુરતમા કબૂલાત કરતા સુરત પોલીસે ટંકારા પોલીસને જાણ કરતા ટંકારા પોલીસે લૂંટ અને ધાડના ગુનાના બંને આરોપીનો સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી કબજો મેળવી વિધિવત અટકાયત કરી હતી. બાદમાં કોર્ટમા રજુ કરી તપાસના કામે રીમાંડની માંગણી કરતા કોર્ટે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

રિમાન્ડ દરમિયાન મહિલા ફોજદાર લલિતા બગડા અને તેમની ટીમની આકરી પુછપરછમાં તાલુકાના સરાયા નજીક આવેલ દેવ કોટન જીનીંગ ફેકટરીની લૂંટ ઉપરાંત, વધુ એક મિતાણા નજીક ગત નવેમ્બર-2018માં ડેમી ડેમના કાંઠે આવેલ રાજકોટ હાઈવે પરના બહુચર મંદિરની પાછળ આશ્રમમાં રાત્રે દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવ્યાની કબૂલાત આપતા વધુ એક લુંટનો ભેદ ઉકેલાયો હતો. ટંકારા પોલીસને એક સાથે બે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

ગત માર્ચ માસમાં સરાયાની જીનીંગ ફેકટરીમાથી મધરાતે ફેકટરીના ભાગીદાર સહિતનાઓને જગાડીને ખોફ બતાવી વટભેર એક લાખથી વધુ રોકડ લુંટી નાસી ગયા હતા. તેમજ છ માસ પૂર્વે મિતાણા નજીક રોકડ અને સોનાના દાગીના સહિતની પાંચેક લાખની મતા દેવજી કલા પટેલ દંપતીને માર મારી લૂંટી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...