તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેલવાડા ગામે અાંગણવાડી કેન્દ્ર નજીક જ ગંદકીના થર, લોકરોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના તાલુકાનાં દેલવાડા ગામે અંજાર રોડ પર અવોલા આંગણવાડી કેન્દ્રની સામેજ ગંદકીનાં થર જામ્યા છે. આથી અહીં આવતા ભૂલકાંઓનાં આરોગ્ય સામે ખતરો મંડરાઇ રહ્યો છે. અહીં સફાઇ કરવાની માંગ ઉઠી છે. ઉના તાલુકાનાં દેલવાડા ગામે અંજાર રોડ પર અાવેલા અાંગણવાડી કેન્દ્ર સામેજ ગંદકીના થર જામ્યા છે. પરીણામે અાંગણવાડીમાં અાવતા ભૂલકાંઅોનાં અારોગ્ય પર ખતરો મંડરાઇ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અાવી ગંદકી જવાબદાર તંત્રને ધ્યાને અાવતી ન હોય તેમ કચરો તેમજ નંદઘરની બહારનાં ભાગે અાવેલી ગટરમાં પણ ગાબડું પડ્યું છે. જે બાળકો માટે જોખમી છે. તંત્ર દ્વારા અા વિસ્તારમાં સફાઇ કામ કરવા લોકોની માંગ ઉઠી રહી છે.

આંગણવાડી કેન્દ્ર પાસે જ ગંદકી-કચરાનાં ઢગલાં. - તસ્વીર : જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...