બગસરામાં ડાયમંડ વર્કર એસો.એ મામલતદારને આવેદન પત્ર આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તરફ હિરા ઉદ્યોગમા મંદીનુ મોજુ પ્રવર્તી રહ્યું છે. તેની વચ્ચે બગસરામા રત્નકલાકારોનુ માલિકો દ્વારા શોષણ કરવામા આવતુ હોય આ પ્રશ્ને બગસરા ડાયમંડ વર્કર એસો. દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી છે.

બગસરા ડાયમંડ વર્કર એસો દ્વારા પાઠવેલા આવેદનમા જણાવાયું હતુ કે નોટબંધી, જીએસટી બાદ હિરા ઉદ્યોગ મરણ પથારીએ જતો રહ્યો છે. જેને પગલે અનેક રત્ન કલાકારો બેરોજગાર બની ગયા છે. દિવાળી વેકેશન બાદ પણ 25 ટકાથી 30 ટકા કારખાનાઓ જ ખુલ્યા છે. કારીગરો ફાજલ થતા કારખાનેદારો તેનો લાભ ઉઠાવી પગારમા પણ કાપ મુકતા હોય અને કારીગરોનુ શોષણ કરવામા આવી રહ્યું છે. આવેદનમા જુદીજુદી 14 માંગણીઓ જેવી કે કારીગરો પાસેથી લેવામા આવતો વ્યવસાય વેરો નાબુદ કરવો, બોનસ, પગાર સ્લીપ પીએફ, ગ્રેચ્યુઇટી સહિતના લાભો, કામદાર કલ્યાણ બોર્ડની રચના, પરિવારોને આર્થિક સહાય, બાળકોને અભ્યાસમા મદદ, પગાર બેંક મારફત કરવામા આવે વિગેરે માંગ કરાઇ હતી.

અચૌક્કસ મુદતના ધરણાની ચિમકી
આવેદનમા વધુમા જણાવાયું હતુ કે માલિકો દ્વારા તા. 15મીથી વેકેશનની જાહેરાત કરેલ છે તે રદ કરી અથવા વેકેશનનો પુરો પગાર ચુકવવામા નહી આવે તો 16મીથી અચૌક્કસ મુદત સાથે ધરણાની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.

રત્નકલાકારોને પ્રાથમિક સુવિધા આપો
વધુમા જણાવાયું હતુ કે રત્નકલાકારોને કામના સ્થળે શુધ્ધ પીવાનુ પાણી મળી રહે તેમજ હવા ઉજાસ, શૌચાલય ઉપરાંત વાહન પાર્કિંગની યોગ્ય સુવિધા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા પણ માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...