તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરિયા કિનારેથી અજાણ્યા પુરૂષની લાશ મળતા ચકચાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજા બ્યુરો | 25 ફેબ્રુઆરી

તળાજાના દાઠા તાબેના ગઢેલા ગામે દરિયા કિનારાની વેળમાં આજે બપોરે અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અલંગ મરીન પોલીસે મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગર ખસેડી બનાવ અંગેની તપાસ હાથ ધરી છે.

ગોપનાથ નજીકનાં દરિયા કીનારા પાસેના ગઢુલા ગામે દરિયામાં અજાણી લાશ અંગે દાઠા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનુ પંચનામુ કરી પી.એમ. માટે ખસેડતા પહેલા ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.દરિયા કીનારાની વેળમાં જ મૃતદેહ માછીમારની જાળમાં ફસાયેલ હોવાનું સ્થાનિક લોકોનું કહેવુ છે. જેથી લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. પરંતુ તેની ઓળખ થઇ ન હતી.

આ બનાવ દરિયા વિસ્તારમાં બનેલો હોય અલંગ મરિન પોલીસના તાબામાં આવતો હોય પોલીસે મૃતદેહનો પેનલ પીએમનો નિર્ણય લેતા લાશને પેનલ પીઅેમ માટે ભાવનગર ખસેડાઇ હતી.પોલીસે બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે તળાજા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. લાશ માછીમારની જાળમાં અટકાઇને કિનારે આવી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગર ખસેડેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો