તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરીઓએ વૃદ્ધ માતાની 35 વર્ષ સેવા કરી, કાંધ આપી ઋણ ચૂકવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્તમાન સમયમાં પુત્ર માતા-પિતા સાથે રાખવામાં પુત્રો નાનપ અનુભવે છે. ત્યારે રાજસીતાપુરની દિકરીએ વઢવાણ ખાતે સાસરીમાં માતાને 35 વર્ષ સુધી સાથે રાખ્યા હતા. જ્યારે 92 વર્ષની વયે માતાનું અવસાન થતા 60 વર્ષની દિકરીએ માતાને કાંધ આપી લોકોને નવી રાહ ચીંધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુર ગામના રાજુબા કરણીદાન ગઢવીને સંતાનમાં માત્ર બે પુત્રીઓ હતા. જેમાં ધીરૂબા બનેસંગભાઇ ગઢવી અને બાજુબા નવલસંગ ગઢવી હતા. રાજસીતાપુર રહેતા રાજુબા વૃધ્ધાઅવસ્થાએ પહોંચતા રાજુબાના જમાઇ બનેસંગભાઇ ગઢવી અને દિકરી ધીરૂબા વઢવાણ પોતાના નિવાસ સ્થાને લઇ ગયા હતા. જેમાં સતત 35 વર્ષ સુધી રાજુબાની સેવા ચાકરી કરી હતી. લોકસાહિત્યકાર બનેસંગ ગઢવીએ પત્ની રાજુબાને પુર્ણ સહયોગ આપી ફરજ નિભાવી હતી. આ દરમિયાન 12 જાન્યુઆરીના રોજ 92 વર્ષની ઉમરે રાજુબાનું દુ:ખદ અવસાન થયુ હતુ. આથી માતા રાજુબાની દિકરી ધીરૂબા બનેસંગ ગઢવીએ કાંધ આપીને ઋણ ચુકવ્યુ હતુ. જ્યારે રાજુબાને સાસરીપક્ષ અને દિકરીઓના પુત્રોએ વઢવાણ સ્મશાનમાં અગ્નિદાહ આપી નવો ચીલો ચાતર્યો છે. બીજીતરફ રાજુબાના ભાણેજ લાલભા ગઢવીએ દાદીમાના મૃત્યુબાદ પરીવારજનોને જમાડીને શ્રધ્ધાંજલી પણ આપી હતી.

વઢવાણમાં સાસરીએ માતાને રાખી વર્ષો સેવા કર્યાબાદ પુત્રીએ કાંધ આપી હતી. તસવીર : જેઠુભા અસ્વાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો