સિહોરમાં પાણીના પોકાર વચ્ચે અમુલ્ય પાણીનો વેડફાટ
ઉનાળો પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો છે. કાળઝાળ ગરમીથી કાળા માથાનો માનવી જ નહીં,પરંતુ પશુ-પક્ષી સહિત સમગ્ર જીવસૃષ્ટિ ત્રાહીમામ પોકારી રહી છે. અસહ્ય ઉકળાટ અને ગરમીની વચ્ચે પાણીની વધારે જરૂરિયાત રહેતી હોય છે. સિહોરમાં સર્કીટ હાઉસ સામે સ્વસ્તિક સોસાયટીના નાકે ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઇ-વે પર મહીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ માત્રામાં અમુલ્ય પાણી વેડફાઇ ગયું હતું. સિહોરમાં એક તરફ નગરજનો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ અમુલ્ય પાણી વેડફાઇ જતાં નગરજનોમાં આ બાબતે ભારે કચવાટ જોવા મળી રહ્યો હતો. તસવીર ગૌરાંગ ઉલવા