તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરવાના આદેશને મંડળે સખત શબ્દમાં વખોડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ ના અધિકારીઓ દ્વારા ખાનગી સ્કૂલો ના શિક્ષકો ની ઓનલાઇન હાજરી પૂરવી, વારંવાર બિનજરૂરી માહિતીઓ સ્કુલના સંચાલકો પાસેથી મગાવામાં આવે છે. જેથી ખાનગી સ્કુલના સંચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. જેને લઈ ગઢડા રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં બોટાદ જિલ્લાના ખાનગી સ્કુલના સંચાલક મંડળની એક મીટીંગ યોજાઈ હતી . જેમાં સરકાર દ્વારા તથા શિક્ષણ ના અધિકારીઓ દ્વારા બોટાદ જિલ્લાની ખાનગી શાળાઓ માં વારંવાર બિન જરૂરી માહિતીઓ મંગાવવામાં આવે છે. જે ખૂબ જ ગંભીર અને બિન જરૂરી બાબત છે .તેમજ વિદ્યાર્થીઓ ની ઓનલાઈન હાજરી તો પુરવામાં આવે જ છે. પરંતુ સરકાર ના બિન જરૂરી ગતકડા કાઢીને શાળાઓ તેમજ સંચાલકો ફરજીયાત પણે ફરજ પાડીને શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવાનો આદેશ કરેલ છે. તેવા વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ બાબતને રાજ્ય શાળા સંચાલક મંડળ તેમજ બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા શખ્દ શબ્દો માં વખોડી કાઢેલ . વધુમાં સંચાલકો અને સંસ્થાના પ્રશ્ન પેન્ડિંગ છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લાભરના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તસવીર ગૌરાંગ વસાણી

અન્ય સમાચારો પણ છે...