તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદમાં કોંગો ફિવરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં શ્રીરામ ગૌશાળામાં કામ કરતા મૂળ છોટાઉદેપુરના શ્રમજીવીને 3-4 દિવસથી તાવ આવતો હોવાથી મેલેરિયા તેમજ ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવતા એ રિપોર્ટ નીલ આવ્યો હતો. જો કે શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવાથી સી.એચ.સી હળવદમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. તબિયતમાં સુધારો ન થતા કોંગો ફિવરની આશંકાને ધ્યાને લેતા દર્દીને પી.ડી.યુ મેડિકલ કોલેજ રાજકોટ વધુ સારવાર અર્થે રીફર કરાયા હતા. જ્યાં કોંગો ફીવરના નિદાન માટે બ્લડ સેમ્પલ લઈ પુનાની લેબોરેટરીમાં મોકલાયા હતા. આરોગ્ય નિયંત્રણ અધિકારી સી.એલ.વારેવડીયાએ જણાવ્યુ કે શ્રીરામ ગૌશાળાના મજુરનો કોગો ફીવર રોગ શંકાસ્પદ લાગતા બ્લડ સેમ્પલ પુના મોકલાયા હતા. જેનો રિપોર્ટ ગુરૂવારે રાત્રે નેગેટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...