તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકની જીવાતથી પાજોદનાં લોકોની હાલત થઈ કફોડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાલુ વર્ષે કપાસ સહિતના પાકમાંથી આવતી જીવાતના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારખાનામાં કામ કરતા મજુરોથી લઇ ઘરમાં રહેતા લોકો સુધી કોઇને આ જીવાતે છોડ્યા નથી. તેવી સ્થિતિ વચ્ચે માણાવદર તાલુકાના પાજોદ ગામમાં પણ આ જીવાતથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. આ અંગે અશોકભાઇ પરમારે જણાવ્યું હતું કે, આ જીવાત કેવી દેખાય છે ? તે દેખાતુ નથી. શરીરમાં કરડે ત્યારે પણ તે નજર આવતી નથી. પરંતુ એક જગ્યા પર કરડ્યા બાદ આજુબાજુની તમામ જગ્યાઓમાં અચાનક ખંજવાળ અને નાની નાની ફોડલીઓ થઇ જાય છે. આ ખંજવાળની શું દવા છે તેની પણ કોઇને ખબર નથી. પરીણામે ગ્રામજનો હેરાન થઇ રહ્યા છે. મોટાથી માંડી નાના બાળકો સુધી આ જીવાતે કોઇને છોડ્યા ન હોય, લોકોની પરેશાની વધી રહી છે. આ વાતની આરોગ્ય વિભાગને જાણ નથી તેવું પણ નથી. તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવતુ નથી. ત્યારે સત્વરે આ અંગે યોગ્ય કરવાની માંગણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...