તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયલામાં શાળાના નિર્માણ માટે હાસ્ય કલાકારે 30 લાખ આપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાના યજ્ઞનગર વિસ્તારમાં પ્રાથમિક શાળાના અભાવે 130 બાળકોનું શિક્ષણ કથળતુ હતુ. આ બાબતે હાસ્ય કલાકારને જાણ થતા પોતાને મળેલી તમામ પુષ્કારની રકમનો પરમાર્થમાં વાપરવાની નેમ સાથે રૂ.30 લાખના ખર્ચે સ્કુલ બનાવી છે. જેનું 12 ઓકટોમ્બરના રોજ લોકોપર્ણ કરાશે.

સાયલાના બે કીમી દુર યજ્ઞનગર વિસ્તારમાં પ્રાથમિક શાળાના અભાવે ધો.1 થી 5ના વિધાર્થીઓ નેશનલ હાઇવે ઓળંગીને સાયલા શહરેમાં શિક્ષણ મેળવી રહ્યા હતા. જેના કારણે વાલીઓના ચિંતીત હતા વિધાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યાની જાણ હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદીને થઇ હતી. અને શિક્ષણ માટે યજ્ઞનગરના ગરીબ અને શિક્ષણથી વંચીત ન રહે તે માટે રૂ. 30 લાખના ખર્ચે પાયાથી પ્રાથમિક શાળાનું નિર્માણ કર્યુ છે. આજે ધો.1 થી 5ની સુવિધા ધરાવતા પ્રાથમિક શાળામાં પાંચ રૂમ અને વોટરકુલરની સુવિધા જોવા મળે છે. જગદીશભાઇ ત્રિવેદીએ બે વર્ષમાં રૂ.1,00,11,986નું દાન કરીને આરોગ્ય અને શિક્ષણની ચેતના બળવત્તર બનાવી છે. રૂ. 11 કરોડના દાનના સંકલ્પ સાથે થાનની બે પ્રાથમિક શાળા, સાવરકુંડલા,રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદની કીડની હોસ્પીટલમાં અનુદાન અને દર્દીઓને દવા અને ગરીબ છાત્રોને સ્કુલ ફી આપીને સમાજના ઋણથી મુકત થવા ઉદાહરણ રૂપ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...