તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા ચોકડી નજીક ST બસ તથા મીલ્કવાન વચ્ચે અથડામણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજા બ્યુરો | 10 જાન્યુઆરી

તળાજા ભાવનગર નેશનલ હાઇવે નજીક આજે સવારે મહુવાથી ભાવનગર તરફ જતી અમુલ મીલ્ક વાન નં.GJ-08-Z-1134 અને બારડોલી-ઝાફરાબાદ બસ વચ્ચે મહુવા ચોકડી પાસે ધડાકાભેર અકસ્માત થતા બસની ડ્રાઇવર કેબીન સુધી અંદર અમુલ વાન ઘુસી જતા બસના ડ્રાઇવર વિક્રમભાઇ સોમાભાઇ ડોડીયાને ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર અર્થે તેમને ભાવનગર સર.ટી.હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અમુલવાન ચાલકનો આબાદ બચાવ થયો હતો. અને બસમાં બેસેલ પેસેન્જરો પૈકી એક બે પેસેન્જરને સામાન્ય ઇજા થય હતી.

તળાજામાં ભારે વ્યસ્ત મહુવા ચોકડી પર સવારના જ અકસ્માત સર્જાતા લાંબા સમય સુધી હાઇવે પરનો ટ્રાફીક ખોરવાય ગયો હતો અને હાઇવે પર લોકોના ટોળા ભેગા થતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશકેલી સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો