તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરની હોટલ રઘુવીર ઈનનાં સંચાલકની અટકાયત કરાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે જેનાં ભાગરૂપે બોટાદ એસ.ઓ.જી. શાખાનાં ઈન્ચાર્જ પી.આઈ. જે.વી.રાણા તથા પેરોલ ફર્લો સ્કવોડનાં સ્ટાફ દ્વારા બોટાદ ટાઉનમાં હોટલ-ગેસ્ટ હાઉસની ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

જેમાં શહેરનાં પાળિયાદ રોડ સ્થિત હોટલ રઘુવીર ઈનમાં જઈ રજિસ્ટર તથા પુરાવાઓ ચેક કરતા રજીસ્ટરમાં બે વ્યક્તિઓ રોકાયેલ હોય અને એકજ વ્યક્તિનું પ્રુફ લીધેલ હતું તેમજ અન્ય રૂમમાં ચાર વ્યક્તિઓ રોકાયેલ હોય અને એકજ વ્યક્તિનું પ્રુફ લીધેલ હોય તેમજ હોટલમાં લગાડેલ કેમેરાઓનાં વિઝન ચેક કરતા યોગ્ય એંગલથી કેમેરાઓ લગાડેલ ન હતો.

આથી હોટલ રઘુવીર ઈનનાં મેનેજર મુકેશભાઈ ધંધુકીયાએ રજીસ્ટર ન નિભાવ્યું હોવાનું તપાસમાં ખુલતા સંચાલકે જાહેરનામાનો ભંગ કરતા ઈપીકો કલમ 188 મુજબ ગુન્હો કરેલ હોય તેઓની અટકાયત કરી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

આ અંગેની જાણ શહેરમાં થતા અન્ય હોટલ-ગેસ્ટહાઉસના માલિકોમાં ફફડાટ વાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો