લીંબડી હાઈવે પર જાખણ પાસે ડમ્પર પાછળ કાર ધૂસી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી નેશનલ હાઈવે ઉપર જાખણ ગામના પાટીયા પાસે ડમ્પર પાછળ કાર ધૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં જુનાગઢથી અમદાવાદ જઈ રહેલા 4 લોકોને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોની વણથંભી વણઝારનો સીલસીલો અટકવાનું નામ જ નથી લેતો ત્યારે જુનાગઢથી અમદાવાદ મિટિંગમાં જવા નીકળેલા 4 મિત્રોની કાર લીંબડી હાઈવે પર જાખણના બોર્ડ પાસે ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ઈકબાલભાઈ ઉંમરભાઈ, ચેતનભાઈ એચ.બુટાણી, વિનુભાઈ ગોપાલભાઈ અને ભગુભાઈ નંદલાલભાઈને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.

ઘાયલોને વધુ સારવાર અર્થે રાજકોટ લવાયા

જૂનાગઢથી અમદાવાદ જતાં 4 ઘાયલ

અન્ય સમાચારો પણ છે...