તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદર કાંઠે ધોલાઈ ઘાટ પર બુલડોઝર ફરી વળ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ અને જેતપુર તાલુકાના સીમાડે ભાદર ડેમના કાંઠે આવેલા લીલાખા શિવરાજગઢ અને વાળાસડાની સીમ પાસે આવેલ ગેરકાયદેસર ધોલાઈ ઘાટ પર મામલતદાર તંત્ર તૂટી પડયું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ પ્રાંત અધિકારી રાજેશ આલની સૂચનાથી મામલતદાર ચુડાસમા, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી, જેતપુર મામલતદાર તંત્ર સહિતનાઓએ ભાદર ડેમ કાંઠે આવેલ વાડાસડા ગામ ની સીમમાં રમેશભાઈ ભુપતભાઈ પંચમીયાની વાડી ની જગ્યા માં ઈકબાલ યુનુસ મકવાણા દ્વારા ગેરકાયદેસર સાડી ધોવાનું વોસર અને ધોલાઈ ઘાટ નું કામ કરવામાં આવી રહ્યું હોય સરકારી તંત્રે દરોડો પાડતાં પ્રદૂષણ ફેલાવતા એકમો જોવા મળતા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી એ ઉપરાંત વીજ જોડાણ પણ ગેરકાયદેસર લેવામાં આવ્યું હોય આ અંગે પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ અંગે મામલતદાર તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે આ જગ્યાના ધોલાઈ ઘાટની મંજૂરી વર્ષ 2004માં જ નામંજૂર કરી નાખવામાં આવી હતી તેમ છતાં પણ અહીં ગેરકાયદેસર ધોલાઈ કામ ચાલી રહ્યું હોય અને કૂવા તથા બોરના પાણી કલર વાળા થઈ જતા વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જે અંગે આજે તપાસ કરાતા કીમતી મશીન મારી સાથેનો મુદ્દામાલ મળી આવવા પામ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

_photocaption_ગેરકાયદેસર ધમધમતાં અને પ્રદુષણ ફેલાવતાં ભાદર ડેમ કાંઠાના ધોલાઇ ઘાટ પર મામલતદાર ટીમે કાર્યવાહી હાથ ધરી. }તસવીર : હિમાંશુ પુરોહિત*photocaption*
અન્ય સમાચારો પણ છે...