તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા નગરપાલિકાનું આગામી વર્ષ ૨૦૧૯/૨૦નું બજેટ ૧૭.૪૨₹ કરોડનું સર્વાનુમતે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાબરા નગરપાલિકાનું આગામી વર્ષ ૨૦૧૯/૨૦નું બજેટ ૧૭.૪૨₹ કરોડનું સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતુ. આગામી વર્ષમા શહેરમાં સુખાકારી, સુવિધાઓ પૂરતી ઉપલબ્ધ કરવામાં આવશે.

બાબરા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા કચેરીમાં પ્રમુખ વનરાજભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં ચીફઓફિસર એન.કે પંડ્યા, ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટિયા, વિરોધ પક્ષના નેતા ખોડલભાઈ મકવાણા સહિતના ભાજપ કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં આગામી વર્ષનું બજેટ પાલિકા પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવતા ભાજપ કોંગ્રેસના સભ્યો દ્વારા આવકારી મંજૂરી આપવામાં આવી હતી. આમ સર્વાનુમતે બજેટ મંજુર થતા શહેરમાં આગામી વર્ષ માટે વિવિધ વિકાસના કામો કરવામાં આવશે.

આ બજેટની રકમમાંથી પાલિકા દ્વારા રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની અન્ય સુવિધાઓ અને સગવડતાઓ મળી રહે તેવા કામો કરવામાં આવશે. બાબરા નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા જણાવ્યું હતું કે સર્વ સભ્યોની સંમતિથી નગરપાલિકાનું નાણાંકીય બજેટ સાડા સતર કરોડનું સર્વાનુમતે પસાર થયું છે. શહેરના વિકાસમાં પાલિકાના દરેક સભ્યોનો પૂરતો સાથ અને સહકાર છે. આગામી વર્ષમા બાબરા શહેરનો વધુ વિકાસ થાય તેમાટે પાલિકા સક્ષમ છે. બાબરા શહેરને આપણું બાબરા આગવું બાબરાએ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ તેવુ અંતમા પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો