તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયાના બેહથી બારા ગામને જોડતો પુલ ધોવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાના બેહથી બારા ગામને જોડતો ચાર કિમીનો રસ્તાનું નવિનીકરણ 11 મહિના પૂર્વે જ થયું હતું.આ રસ્તાનો કોન્ટ્રાક્ટ જિલ્લા પંચાયતના મળતિયાઓનો જ હોવાથી ઘરની ધોરાજી હલાવી નબળી ગુણવતાવાળું મટિરિયલ વાપરતા વરસાદમાં ભ્રષ્ટ્રાચારની પોલ ખૂલી ગઇ છે.ચાર કિમીના રસ્તામાં કોંક્રીટ બહાર આવી ગઇ છે.તેમજ પૂલ તો સંપુર્ણ ધોવાઇ ગયો છે.સોમવારે બેહ ગામે વાછરાદાદાની જાતરનો ભવ્યો મેળો છે ત્યારે હજારો ભાવિકો બેહ કઇ રીતે પહોંચશે તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે.

ખંભાળિયાના બેહથી બારા ગામ તેમજ આસપાસના છ જેટલા ગામને જોડતો માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ બન્યો હતો.જે રસ્તાનું 11 મહિના પૂર્વે જ નવિનીકરણ થયું છે.બેહથી બારા ગામને જોડતા 4 કિમીના રસ્તાનું કામ જિલ્લા પંચાયતના સદસ્યોના મળતિયાઓને જ મળ્યું હતું.જેથી ઘરના ભૂવા અને ઘરના ડાકલા હોવાથી મળતિયાઓએ મનફાવે તેવું રોડનું કામ કરતા 11 મહિનામાં જ રોડની દિશા બદલાઇ ગઇ છે.4 કિમીના રોડમાંથી ડામર તો જોવા પણ મળતું નથી.ઠેર ઠેર કોંક્રીટ બહાર આવી ગઇ છે.પુલનું ધોવાણ થતા છ ગામના લોકોનો સંપર્ક તૂટી ગયો છે.વચલા બારા,ઉગમણા બારા,આથમણા બારા,બેહ અને સલાયા તેમજ ગોઇંજ ગામને જોડતો એકમાત્ર આ રસ્તો હોવાથી હાલ આ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.બે દિવસથી પુલ તૂટી જવા છતા હજુ સુધી જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતાં.હેડક્વાર્ટર ન છોડવા કલેક્ટરની સુચના છતા પણ અધિકારીઓ રજા છેના ગાણા ગાઇ રસ્તામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા પહોંચ્યા ન હતાં.

બેહ ગામે ભાવિકો કઇ રીતે પહોંચશે ?
ખંભાળિયાના બેહ ગામમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા જુંગીવારા વાછરાદાદાએ દર વર્ષે નવરાત્રિના પ્રથમ સોમવારે જાતરનું ભવ્ય આયોજન થાય છે.તે મુજબ તા.30ને સોમવારે જાતરનું આયોજન છે.ત્યારે પૂલ તૂટી ગયો હોવાથી હજારો ભાવિકો બેહ કઇ રીતે પહોંચશે તે એક પ્રશ્ન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...