તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળમાં \"રૂલાતી હૈ મુજે ચાંદની રાત\" પુસ્તકનું વિમોચન, કવિ સંમેલન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ| ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમી-ગાંધીનગરના આર્થિક સહયોગ તેમજ સાગર મેમોરિયલ ટ્રસ્ટ-માંગરોળ દ્વારા તાજેતરમાં માંગરોળ ખાતે કુ. રેહાના કાઝી \\\"તન્હા\\\' લિખિત \\\"રૂલાતી હૈ મુજે ચાંદની રાત\\\' પુસ્તકના વિમોચન સાથે કવિ સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરીને પુસ્તક ખુલ્લું મુકતા શ્રોતાગણે તાળીયોના ગડગડાટથી વધાવી લીધું હતું. પુસ્તકના વિમોચન બાદ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કરી કવિ સંમેલનની શરૂઆત કરી હતી.જેમાં ગુજરાત રાજ્ય સહિત દેશભરમાંથી કવિઓએ ઉપસ્થિત રહી માંગરોળના લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સાહિત્યિક રંગ, રૂપ આપવા સાગર મેમોરિયલ ટ્રસ્ટ માંગરોળના પ્રમુખ ડો.આઈ.જી.પુરોહિત તેમજ ઉપપ્રમુખ ડો.ભાવનાબેન.આઈ.પુરોહિતના સંચાલન અને માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે ખડે પગે રહી ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...