લીંબડી બસસ્ટેન્ડમાં આખલાનો મૃતદેહ 1 દિવસ બાદ દૂર કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી ડેપોના એસ.ટી બસ સ્ટેંન્ડના વર્ક શોપ વિસ્તારમાં ડિઝલ પંપ પાસે 2 એપ્રીલે રાત્રે 1 બીમાર અને અશક્ત આખલો મૃત્યુ પામ્યો હતો. આખી રાત વિતી જવા છતાં મૃત આખલો ત્યાં ને ત્યાં જ પડી રહ્યો હતો.

સવારે આખલાના મૃત દેહને શ્વાનોએ ચુંથવાનું શરૂ કરી દીધું હતું. આ દ્રશ્ય જોઈને બસ સ્ટેંન્ડના મુસાફરો દુર્ગંધ અને રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ શકે છે તેવી ચર્ચાઓ કરતા નજરે પડ્યા હતા.અને સાથે એસ.ટી વિભાગની કામગીરી સામે ભારે રોષ ફેલાયો હતો. આ અંગે લીંબડી ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી જણાવ્યું કે ઘટના અંગે જાણ થતાં તાત્કાલીક આખલાના મૃતદેહને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...