તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યોતિપરાની મહિલાની લાશ ત્રણ દિવસે કેનાલમાંથી મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાનાં જ્યોતિપરા ગામની મહિલા ગત તા.9 નાં રોજ કપડા ધોવા નર્મદા કેનાલે ગઇ હતી. જ્યાં લપસી પડતાં તે કેનાલનાં પાણીમાં ગરકાવ થઇ ગયેલ ત્યારે સ્થાનિક તરવૈયા ઉપરાંત એનડીઆરએફની ટીમની ત્રણ દિવસની મહેનત બાદ શનિવારે લાશ મળી આવી હતી.

લખતરના જ્યોતિપરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખા કેનાલ પર જ્યોતિપરા ગામની મહિલા રીંકુબેન મહેશભાઈ માણકોલીયા કપડા ધોવા ગયા હતા. ત્યાંરે કેનાલમાં લપસી પડતાં પાણીમાં ગરકાવ થઇ જતાં મહિલાની શોધખોળ માટે સુરેન્દ્રનગર અને વિરમગામ ફાયરબ્રિગેડની ટીમે તેમજ ગામલોકોએ મહેનત કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. આથી લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણીએ ગાંધીનગર ખાતે એન.ડી.આર.એફની ટીમને જાણ કરતાં ઇન્સ્પેકટર સૂર્યકાંતકુમાર સાથે ત્રીસ જવાનોની ટીમે વીસ કલાકની જહેમત બાદ શનિવારે મહિલા જે જગ્યાએ ડુબી ગયા હતા ત્યાંથી 500 મીટર દુરથી લાશ શોધી પરિવારજનોને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...