તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં અસ્થિર મગજના શખ્સે પાલિકાના 2 કર્મીઓ પર હુમલો કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં 24 ફેબ્રુઆરીને સવારમાં સાત વાગ્યાની આસપાસ નગરપાલિકા વોટર વર્કસના પાણીની ટાંકીની આસપાસ શંકાસ્પદ હાલતમાં શખ્સ રખડતો હતો. આથી નગરપાલિકામાં વાલમેન તરીકે ફરજ બજાવતા રાજુભાઈ કે. ડોડીયાએ આ શખ્સની પુછપરછ કરી હતી.પરંતુ શખ્સે કોઇ જવાબ નહી આપી ઉશ્કેરાઈ જઇ વાલ ખોલવાની પડેલી પાઈપ ઉપાડી રાજુભાઈ ડોડીયા ઉપર હુમલો કરતા ઝપાઝપી થઈ હતી. આ સમયે ત્યાં ફરજ બજાવતા પમ્પમેન યાસીનભાઈ જી. કૂરેશી અને અન્ય લોકો દોડી આવી શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે પાલિકાના બંને ઇજાગ્રસ્ત કર્મીને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે શખ્સને ધ્રાંગધ્રા સિટી પોલીસ હવાલે કરાયો હતો. આમ બંને ઈજાગ્રસ્તોને સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યારે આરોપીને પોલીસ પહેરા વચ્ચે દવાખાનામાં સારવાર અપાઈ હતી.

હુમલો કરનાર શખ્સ

ઇજાગ્રસ્ત પાલિકાના કર્મીઓને સારવાર માટે દવાખાનામાં લઈ જવાયા.

શખ્સ ઝારખંડનો અને અસ્થિર મગજનો છે
ઝડપાયેલા શખ્સ પાસેથી આધારકાર્ડ મળી આવ્યું છે. તેમા તેનું નામ મુનસી શેખર હાદસા લખેલું છે અને તે ઝારખંડનો રહેવાસી છે. અને તપાસ કરતા વાલીવારસ મળી આવેલા છે. અસ્થીર મગજનો હોય તેવું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે. આર.સી.ગામીત, ધ્રાંગધ્રા સીટી પીએસઆઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો