Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણ પાલિકા વોર્ડનં.8ની ચૂંટણીમાં ભાજપે ઝંપલાવ્યું
વઢવાણ નગરપાલિકાના વોર્ડનં.8ના ઉમેદવારે રાજીનામું આપતા બેઠક ખાલી થઇ હતી. આથી પછાતવર્ગની અનામત બેઠક પર ચૂંટણી જાહેર થઇ છે. ત્યારે ભાજપના ઉમેદવાર જગદીશભાઇ પરમારે ચૂંટણી મેદાનમાં ઝુંકાવ્યુ છે. જેનું ઉમેદવારી પત્રક ભરતા મોટી સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા હતા.
વઢવાણ નગર પાલિકાના વોર્ડનં.8 ના ભાવેશભાઇ લકુમ સામે 3 સંતાન હોવાની રજૂઆત લેખિત કલેક્ટર કચેરીમાં વઢવાણ નગરપાલિકા માટેનો અહેવાલ રાજ્ય ચૂંટણી પંચને મોકલાતા પછાત વર્ગની ખાલી બેઠક માટેની ચૂંટણીનું જાહેર નામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં તા.7-1-2020થી ઉમેદવારી ફોર્મ ઉપાડવા અને ભરવાનું કામકાજ હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે ભાજપે પ્રથમ ઘા રાણાનો માનીને ઉમેદવાર જાહેર કર્યો છે. જેમાં જગદીશભાઇ પરમારને મેદાનમાં ઉતારીને ઉમેદવારી પત્રક ભર્યુ છે. આ પ્રસંગે જગદીશભાઇ મકવાણા, કાંતીભાઇ પરમાર, ભોજરાજસિંહ જાડેજા, ભગવાનભાઇ પરમાર, રાયસંગભાઇ ડોડીયા, યુવરાજસિંહ મોરી, અંકિતસિંહ ભટ્ટી, હરિભાઇ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બીજીતરફ કોંગ્રેસે પણ છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરવાનું મન બનાવ્યુ છે. આથી 11 જાન્યુઆરીને શનિવારે કોણ ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે નક્કી થશે. આત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડનં.8માં શિયાણીની પોળ બહારનો વિસ્તાર, સતવારાપરા, વાલ્મિકીવાસ અને દલિતવાસનો પણ સમાવેશ થાય છે.