- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- Morbi News The Bitter Reality The Ongoing Celebration Of Road Safety Week Can Only Be Achieved If Accidental Deaths Are Reduced 071016
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડવી વાસ્તવિકતા | માર્ગ સલામતી સપ્તાહની ચાલી રહેલી ઉજવણી, અકસ્માતે મોત ઘટાડી શકાય તો જ સાર્થક થઇ શકે
હાલ રાજયભરમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે પોલીસ દ્વારા લોકોને સલામત વાહન ચલાવવા ટ્રાફિક નિયમનુ પાલન કરવા જાગૃતી અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 388 લોકોના વાહન અકસ્માત માં ભોગ લેવાયા હતા.જ્યારે 215 જેટલા ગંભીર અકસ્માતની ઘટના બની હતી. તો 51 જેટલા સામાન્ય અકસ્માત પોલીસ ચોપડે નોંધાયા હતા સૌથી વધુ જીવલેણ અકસ્માત નેશનલ અને સ્ટેટ હાઇવે પર થયા હોવાનું અને લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મોરબીનાં સીરામીક એકમમાં ચાલતા ભારે ખમ ટ્રક દિવસભર દોડતા હોય છે જેના કારણે જીવલેણ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. મોટા ભાગના ટ્રક ચાલક કોઈ પણ પ્રકારની સેફટીનું ધ્યાન રાખતા નથી તેમજ હાઈવે પર રાત્રિના સમયે નશાની હાલતમાં જ ટ્રક ચલાવતા હોય છે અને નિર્દોષ વાહન ચાલકોને પોતાની ઝપટમાં લઈ રહ્યા છે. મોરબીમાં ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે અકસ્માત તેમજ તેનાથી થતા મોતમાં ઘટાડો થયો છે. જોકે તે ખૂબ સામાન્ય છે. ઓવરસ્પીડથી ચાલતા વાહનોને પગલે પણ અકસ્માત થયા છે. જેમાં નિર્દોષ વાહન ચાલક કા મોતને ભેટે છે.અથવા ગંભીર ઇજાગ્રસ્ત બનતો હોય છે. વાહન વ્યવહાર સરળ બને અને લોકો નિયમનું પાલન કરે તો કોઈ નિર્દોષ લોકોને જીવ ન ગુમાવવો પડે કારણકે એક અકસ્માત કોઈના પુત્ર,પિતા, ભાઈ કે પતિ હોઈ શકે છે. અને તેના જવાથી પરિવારની ખોટ આજીવન પુરી શકતી નથી. જિલ્લા પોલીસ, વહિવટી તંત્ર અને આર ટીઓ લોકોમાં ટ્રાફિક નિયમનું પાલન ધરાર નહિ પણ આદત બને તે તરફ પ્રયાસ કરે તો વાહન અકસ્માત ની સંખ્યા ઘટાડી શકાય તેમ છે.
મોરબી જિલ્લામાં બે વર્ષમાં રોડ અકસ્માતે 388 લોકોનો ભોગ લીધો
મોરબી જિલ્લામાં બે વર્ષમાં થયેલા અકસ્માત
તાલુકા અકસ્માત ગંભીર અકસ્માત મોત
મોરબી 317 100 190
વાંકાનેર 109 35 70
માળિયા 59 19 37
ટંકારા 80 32 45
હળવદ 85 29 46
અકસ્માત પાછળના મુખ્ય કારણો
ઓવર સ્પીડ વાહનો, નશાની હાલતમાં વાહન ચલાવવાને કારણે, મેન્ટનનન્સનાં અભાવે જિલ્લામાં જોખમી રસ્તા, વાહનોનું સમયસર મેન્ટનસ ન થવાને કારણે થયેલી યાંત્રિક ખામીથી થયેલા અકસ્માત, બંધ ટ્રક કે અન્ય વાહન પાછળ કાર ઘુસી જવાથી થયેલા અકસ્માત, જંગલી પ્રાણીઓ રસ્તા પર આવી જવાથી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવવા, ઓવરટ્રેક કરતી વખતે અકસ્માત.