તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપલેટામાં શ્રેષ્ઠ ગીર ગાય, ગીર ખૂંટ, અશ્વ પ્રદર્શન તથા અશ્વ હરીફાઇનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટામાં સૌપ્રથમ વખત માધવ યુવા ગ્રુપ તથા નગરપાલિકાના સહયોગથી ગૌશાળા તથા પાંજરાપોળના લાભાર્થે શ્રેષ્ઠ ગીર ગાય, ગીર ખુટ, અશ્વ પ્રદર્શન તથા અશ્વની હરિફાઇનું આયોજન તા.13 જાન્યુઆરીને રવિવારના રોજ કરવામાં આવ્યુ છે.

માધવ ગ્રુપ અને નગરપાલિકા દ્વારા મારૂતી ઇન્ડસ્ટ્રીઝ સામે પોરબંદર રોડ પર શ્રેષ્ઠ ગીર ગાય, ગીર ખુંટ, શ્રેષ્ઠ કાઠિયાવાડી ઘોડી અને ઘોડા, મારવાડી ઘોડી અને ઘોડા તથા અશ્વ ડાન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામા જે સ્પર્ધકોએ ભાગ લેવાનો હોય તેઓએ તા.13ના રોજ સવારે 9 કલાક પહેલા રજીસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે. વધુ માહિતી માટે પાર્થભાઇ ચંદ્રવાડીયાનો સંપર્ક કરવો. આ સાથે જ રવિવારે રાત્રે ભવ્ય કસુંબલ લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા માલદેભાઇ આહીર, હાર્દિકભાઇ પ્રફુલભાઇ દવે ગ્રુપના સથવારે રાખવામા આવેલ છે.

આ ઉપરાંત તા.14ને સોમવારે રેવાલ ચાલ પ્રદર્શન, શ્રેષ્ઠ અસવાર તથા કૌશલ્ય પ્રદર્શન, ગરો લેવો, પાટી દોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ સ્પર્ધકોને રોકડ ઇનામ, સિલ્ડ આપવામાં આવશે તથા સન્માન પત્રો આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શેરનાથ બાપુ, મનસુખભાઇ સુવાગીયા, રામકુભાઇ ખાચર, ભુપતભાઇ વાળા સહિતના વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...